Skip to main content

Posts

"ચાણક્ય" મેડિકલ પ્રેક્ટીશનર , ચિત્રકાર કે ફિલ્મમેકર?

       ફિલ્મ દિગ્દર્શન હોય એમાં  ચિંતન અને  આર્ટ વર્કમાં  એકસૂત્રતા કેળવાય એ વધુ મહત્વનું છે : "ચાણક્ય" હિન્દી ફિલ્મો હિન્દી બેલ્ટ સુધી જ સીમિત રહી ગઈ છે : ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી  ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી ફિલ્મરાઇટર, એક્ટર અને ફિલ્મ મેકર તરીકે વિખ્યાત છે, 90ના દાયકામાં દૂરદર્શન ઉપર "ચાણક્ય" પ્રસારિત થતી અને એમાં ચાણક્યની ભૂમિકા દ્વારા તેઓ દર્શકોના માનસ ઉપર છવાયેલ રહ્યા છે.  ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના સભ્ય પણ રહી ચુક્યા છે. ટેલિવિઝનમાં "ચાણક્ય" , "મૃત્યુંજય" અને -ફિલ્મોમાં " પિંજર " , "મહોલ્લા અસ્સી" કે  પિરિયડ  ફિલ્મ   "પૃથ્વીરાજ" ને  હવે "રામસેતુ" પણ આવી રહી છે,  ડોક્ટર ચંદ્રપ્રકાશ  દ્રિવેદી ભૂતકાળ અને  વર્તમાનનો સેતુ  બાંધવા માંગે છે.           મારા મૂળિયાં રાજસ્થાનના છે, બનારસના નથી.    ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીના પિતા જેઓ સંસ્કૃત ભાષાના વ્યાકરણના આચાર્યહતા, તેઓ રાજસ્થાનથી -ઉત્તરપ્રદેશના બનારસ શહેરમાં વર્ષ 1936માં...
Recent posts

Movie Review : 'દિલ બેચારા' સુશાંત 'વન લાસ્ટ ટાઈમ'

                                                                                    ફિલ્મ :  'દિલ બેચારા'  સુશાંત   'વન લાસ્ટ ટાઈમ'   :  એશ દેસાઈ                          રેટિંગ  : 3.5/5                         ફિલ્મ દિગ્દર્શક :   મુકેશ  છાબડા                        ફિલ્મ કલાકાર : સુશાંત સિંહ રાજપુત, સંજના સંઘી, સ્વસ્તિકા મુખરજી ,                        સૈફ અલી ખાન (મહેમાન ભૂમિકા), શાસ્વત ચેટરર્જી    ...

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ છે : શાંતિપ્રિયા

શાંતિપ્રિયા                                                                                                                                                                                                                                                                            ઇન્ટરવ્યૂ : અનુગાના   એક્ટ્ર...

સુશાંત સહીત બોલીવુડના જાણીતા સિતારા જેમના મૃત્યુ બાદ ફિલ્મ રીલીઝ થઇ

૧૪ જુનના રોજ સુશાંત સિહ રાજપૂત મૃત્યુ પામ્યો અને સુશાંતના મૃત્યુ બાદ તેણે આત્મહત્યા કરી કે તેની ષડ્યંત્ર દ્વારા હત્યા થઇ છે, એ કોયડો હજી ઉકેલાયો નથી. શેખર કપૂર અને સંજય લીલા ભણસાલી સહીત તમામ ફિલ્મ મેકરના સ્ટેટમેન્ટ મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. આ તરફ મનોજ બાજપાઈ , કંગના રનોત , રૂપાલી ગાંગુલી , શેખર સુમન સહીત અન્ય કલાકાર સી.બી.આઈ.તપાસની માંગણી કરી રહ્યા છે. ૬ જુલાઈના રોજ ફિલ્મ "દિલ બેચારા" નું ટ્રેલર રીલીઝ થયું હતું. આ ટ્રેલરે તમામ રેકોર્ડ તોડ્યા છે. બોલીવુડમાં સૌથી વધુ વિખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર હોય તો એ મુકેશ છાબડા છે અને યશરાજના શાનું શર્મા છે.  ફિલ્મ "દિલ બેચારા" થી મુકેશ છાબડાએ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું છે અને આ ફિલ્મથી દિલ્હીની એક્ટ્રેસ સં જના સાંઘીએ  ડેબ્યુ  કર્યું  છે.  સુશાંત સિહ રાજપૂત સિવાય બોલીવુડના ઘણા સિતારા છે જેમણે જેમના મૃત્યુ બાદ તેમની ફિલ...

અલવિદા "શોલે " વાળા સૂરમાં ભોપાલી

સૂરમાં ભોપાલી હવે આ દુનિયામાં નથી પણ એમને રમેશ સિપ્પીની ફિલ્મ "શોલે" કેવી રીતે મળી હતી, એનો યાદગાર કિસ્સો અહી ટાંક્યો છે.   એક ઈન્ટરવ્યુમાં જગદીપ સાહેબને પૂછવામાં આવ્યું હતું કે, તમારું અસલ નામ તો બહુ ઓછા લોકો જાણે છે ? તમને કેમ વિચાર આવ્યો કે ભોપાલની  ભાષાને દુનિયાભરમાં મશહુર કરી દઈએ? સલીમ અને જાવેદની ફિલ્મ "સરહદી લુટેરા" હતી અને આ ફિલ્મમાં જગદીપ કોમેડિયન હતા. મારા સંવાદ બહુ લાંબા હતા અને હું સલીમ પાસે ગયો કે અરે આ સંવાદ તો બહુ લાંબા છે તેમણે કહ્યું કે જાવેદને જઈને કહો. હું જાવેદ પાસે ગયો હતો અને જાવેદે ફટાફટ સંવાદને ટૂંકા કરી પાંચ લાઈનમાં ફેરવી કાઢ્યા હતા. મેં  પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અરે કમાલ છે , તું  સારો લેખક છે. અમે બધા સાંજે બેઠા હતા અને કિસ્સાઓ , વાર્તાઓ અને શાયરીઓ ચાલી રહી હતી. ત્યાં જાવેદ એક લઢણમાં બોલ્યા કે "ક્યાં જાને , કીધર કહાં - કહાં સે આ જાતે હેં. મેને પૂછા અરે યે ક્યાં કહાં સે લાતે હો. જાવેદ બોલ્યો કે આ ભોપાલનો લહેજો છે. જાવેદે કહ્યું હતું કે આ ભોપાલની  મહિલાઓનું લઢણ છે અને ભોપા...

૫૦નાં દશકના હરફન મોલા કલાકાર પ્રેમનાથને ઓળખો છો?

શો મેન રાજકપૂરના  સાળા  પ્રેમનાથે  50નાં દશકમાં પોતાના અભિનય દ્વારા લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. પ્રેમનાથે ફિલ્મ જેવી કે "બાદલ", "જોની મેરા નામ", "જાની દુશ્મન" જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. પ્રેમનાથ મલ્હોત્રા નો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. ભારત-પાક વિભાજન બાદ તેમનો પરીવાર મધ્યપ્રદેશના જબલપુરમાં આવીને વસ્યો હતો. જબલપુરથી પ્રેમનાથ મલ્હોત્રા મુંબઈ આવી ગયા હતા, તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. પ્રેમનાથના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ ૧૯૪૮માં થઇ હતી. વર્ષ ૧૯૪૮માં  તેમની બે ફિલ્મો "આગ" અને "અજીત" આવી હતી. પ્રેમનાથ અભિનેતા  પૃથ્વીરાજ કપૂરના દુરના સંબંધી હતા, પ્રેમનાથ મલ્હોત્રા પૃથ્વીરાજ કપૂરને તાર લખી જણાવતા હતા કે તેમણે ફિલ્મોના હિસ્સા બનવું છે. પ્રેમનાથના પિતા ઇન્સપેકટ જનરલ ઓફ પોલીસ હતા , તેમણે પ્રેમનાથની વાત માની નહોતી અને પ્રેમનાથને આર્મીમાં મોકલી આપ્યા હતા. આર્મીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના  પિતાજીને  તાર લખી ૧૦૦ રૂપિયા માંગ્યા હતા અને  એમ જણાવ્યું હતું કે રૂ ૧૦૦ની કિમતની એક બંદુક ખરી...

સદીના મહાનાયકના ફિલ્મી સફરના 50 વર્ષ

                                                                                                                                                                                    WRITER: AISH DESAI                                                                                               ...