Skip to main content

"ચાણક્ય" મેડિકલ પ્રેક્ટીશનર , ચિત્રકાર કે ફિલ્મમેકર?

    
 ફિલ્મ દિગ્દર્શન હોય એમાં  ચિંતન અને  આર્ટ વર્કમાં  એકસૂત્રતા કેળવાય એ વધુ મહત્વનું છે : "ચાણક્ય"





હિન્દી ફિલ્મો હિન્દી બેલ્ટ સુધી જ સીમિત રહી ગઈ છે : ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી 

ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી ફિલ્મરાઇટર, એક્ટર અને ફિલ્મ મેકર તરીકે વિખ્યાત છે, 90ના દાયકામાં દૂરદર્શન ઉપર "ચાણક્ય" પ્રસારિત થતી અને એમાં ચાણક્યની ભૂમિકા દ્વારા તેઓ દર્શકોના માનસ ઉપર છવાયેલ રહ્યા છે.  ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડના સભ્ય પણ રહી ચુક્યા છે. ટેલિવિઝનમાં "ચાણક્ય" , "મૃત્યુંજય" અને -ફિલ્મોમાં " પિંજર " , "મહોલ્લા અસ્સી" કે  પિરિયડ  ફિલ્મ   "પૃથ્વીરાજ" ને  હવે "રામસેતુ" પણ આવી રહી છે,  ડોક્ટર ચંદ્રપ્રકાશ  દ્રિવેદી ભૂતકાળ અને  વર્તમાનનો સેતુ  બાંધવા માંગે છે. 

         મારા મૂળિયાં રાજસ્થાનના છે, બનારસના નથી.  

ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીના પિતા જેઓ સંસ્કૃત ભાષાના વ્યાકરણના આચાર્યહતા, તેઓ રાજસ્થાનથી -ઉત્તરપ્રદેશના બનારસ શહેરમાં વર્ષ 1936માં આવી ગયા હતા. ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીના પિતાજી સંસ્કૃત ભાષાના પ્રાધ્યાપક હતા અને તેમની શિક્ષા બનારસમાં થઇ હતી.  અત્યાર સુધી ચાણક્યના તમામ ફેન્સને એમ જ ખ્યાલ  કે, ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી ઉત્તરપ્રદેશના  બનારસના વતની છે પણ  ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી મૂળ તો રાજસ્થાનના છે, એ બહુ ઓછા લોકોને ખબર છે. પિતા તરફથી  ભાષાનો  મોહ  તેમને  વારસામાં  મળ્યો  છે, ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીના પિતાજી શિક્ષક હતા અને તેમના મોટા ભાઈ પણ શિક્ષક હતા. મોટેભાગે ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીના પરિવારમાં લોકો શિક્ષક અને વકીલ  જ  રહ્યા  છે. ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીનો જન્મ મુંબઈમાં અને શિક્ષણ પણ મુંબઈથી જ તેમણે  મેળવ્યું  છે. ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીના પત્ની તેમની સાથે સહાયક દિગ્દર્શિકા તરીકે કામ કરતા હોય છે, ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીનું કહેવું છે કે જ્યાં સુધી ફિલ્મ દિગ્દર્શક તરીકે રચનાત્મક પડકારો સામે નહિ આવે ત્યાં સુધી મને કામ કરવામાં મજા આવતી નથી અને રચનાત્મક પડકાર વિનાના વિષય ઉપર ફિલ્મ લખવી કે ફિલ્મ દિગ્દર્શન કરવું મને ગમતું નથી. મને ટીવી સિરિયલ કે ફિલ્મ પટકથા લેખન માટે એવા વિષય ગમે છે જેમનું ઇતિહાસ સાથે કનેક્શન હોય છે. દાખલા તરીકે ચાણક્ય શરુ કરી એ ઈ.સ ના 400 વર્ષ પહેલાની વાત હતી ત્યાર બાદ "મૃત્યુંજય" આવી એ ઈ.સના  1500  વર્ષ પહેલાની વાર્તા હતી. ફિલ્મ  "પિંજર" નું દિગ્દર્શન તેમણે કર્યું આ ફિલ્મની પટકથા વર્ષ 1946થી વર્ષ 1948ના સમયગાળાની ને હિન્દુસ્તાન -પાકિસ્તાન ભાગલા સમયની હતી. કાળ ખંડ આધારીત વિષયવસ્તુ ઉપર ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદીને ફિલ્મ કે સીરિયલ બનાવવું ગમે  છે. કાળ ખંડ વિષય આધારિત ફિલ્મ પટકથા લખવી કે દિગ્દર્શન કરવું એમાં  રચનાત્મક પડકારની સાથે પુરુષાર્થ પણ ઘણો જોઈએ છે , સતત  રિસર્ચ વર્ક અને  પરિશ્રમ માંગી તેવું કામ હોય છે , પણ ઇતિહાસ ઉપર કામ કરવામાં અમને મજા પડે છે એટલે પડકાર, પરિશ્રમ અને સમય અવધિ ગમે એટલી લાંબી હોય અમને ફરક પડતો નથી. હું શાળામાં જયારે ઇતિહાસ વિષયનો અભ્યાસ કરતો હતો ત્યારે મારા શિક્ષક દેવનાથ સિંહ ઇતિહાસ વિષય અને યુદ્ધનું  વર્ણન બહુ ડ્રામેટિક અંદાજમાં કરતા હતા, ક્લાસ રૂમમાં  તેઓ  મહારાણા પ્રતાપના યુદ્ધનું વર્ણન આબેહૂબ કરતા હતા કે જાણે તમે સાક્ષાત યુદ્ધ નિહાળી રહ્યા  છો. એમની આ શિક્ષણની પદ્ધતિની અસર એવી મારા લેખન ઉપર પડી કે જયારે હું ફિલ્મ માટે  પિરિયડ વોર સબ્જેક્ટ લખવા જાઉં ત્યારે એમાં યુદ્ધનું  વર્ણન ઓછું અને સાહિત્યનું વર્ણન વધારે આવતું હતું,  ઇતિહાસના યુદ્ધ વિશે કે યુદ્ધની તારીખ વિશે નહિ પણ ઘોડાની દોડવાની ગતિ કે યુદ્ધના માહોલમાં ધૂળ કેવી રીતે ઊડતી હતી એ બાબત હું લખતો હતો ત્યારે મારા શિક્ષક મને ટોકતા હતા કે તમે સાહિત્ય લખી રહ્યા છો ઇતિહાસ લખી રહ્યા નથી. સાહિત્ય / ઇતિહાસ લેખનમાં હું દ્રશ્ય -ચિત્રની કલ્પનાનું સર્જન કરતો હતો. 

નિબંધ લખતા લખતા  ખબર પડી કે હું લેખક છું.                                      

હું શાળામાં નિબંધ લેખન કરતો હતો ત્યારે એમાં ગંભીર સાહિત્ય ચિંતન આવતું હતું, મારા લખાયેલ નિબંધ બીજા વિધાર્થીઓને વાંચવા માટે આપવામાં આવતા હતા.લિઓ ક્લબ ઓફ સાંતાક્રુઝમાં એક નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,  એમાં વિષય ઘણો રસપ્રદ હતો કે "શિક્ષક વિનાનો એક દિવસ" આ નિબંધનો વિષય મને રસપ્રદ લાગ્યો હતો.નિબંધના વિષયમાં ગૂંચવણ થઇ હતી કે આઠ  તાસ હોય તો એમાં એક પિરિયડ શિક્ષક વિનાનો કે એક આખો દિવસ શિક્ષક વિનાનો હોય એ બાબત મને સમજાય નહોતી, નિબંધ સ્પર્ધા અંગ્રેજી, ગુજરાતી, મરાઠી ત્રણ ભાષાઓમાં હતી અને આ સ્પર્ધામાં અમને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ત્યારે મને ખબર પડી કે મારી અંદર લેખનની કળા છે. મેં મારા ધારાવાહિક અને ફિલ્મની પટકથાનું  લેખન જાતે જ  કર્યું  છે. હું થોડો આળસુ વૃત્તિનો વ્યક્તિ  છું,  એટલે શુદ્ધ સાહિત્યિક લેખન કર્યું નથી ઝીમાં કામ કરતો હતો ત્યારે દેશના મોટા ગજાના સંગીતકાર, ગીતકાર અને ફિલ્મ નિર્દેશક, બ્રોડકાસ્ટ ઇન્ડસ્ટ્રીના મોટા માથાના પરિચયમાં હું આવ્યો હતો. હું ઝીના અનુભવો ઉપર એક પુસ્તક લખવાનું વિચારતો હતો. મારી પત્ની જયારે ગર્ભવતી હતી, એના ગર્ભના 9 મહિના  અને મારી દીકરી નયનિકાના જન્મ બાદ 18 મહિનામાં એક પુરુષ તરીકે હું પિતા તરીકે કેવી રીતે બદલાયો, સમાજ પ્રત્યે હું કેવી રીતે બદલાયો અને સ્ત્રીઓ પ્રત્યેનો મારો અભિગમ કેવી રીતે બદલાયો , આ બાબતને મેં પત્રમાં લખવાનું નક્કી કર્યું હતું. ડોક્ટર ચંદ્રપ્રકાશ દ્રિવેદી એમ તો વ્યવસાયે મેડિકલ પ્રેક્ટિશનર છે અને મેડિકલના અભ્યાસ બાદ ફિલ્મ મેકિંગના અનિશ્ચિતતા ભરેલા વ્યવસાયમાં તેમણે ઝમ્પલાવી ઘણા બધાને આંચકો આપ્યો હતો. 



  પુરસ્કાર, પરફેક્શન , પરિપૂર્ણતા, રૂપિયા , મૌલિકતા એક ફિલ્મ દિગ્દર્શકે શેની ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ?  

કોઈ પણ ફિલ્મ પટકથા લેખન કે ફિલ્મ મેકિંગમાં તમે જે સર્જન કરો છો એની પાછળનું ચિંતન મહત્વનું છે, મોટા મોટા વ્યક્તિત્વ સમાપ્ત થઇ જાય છે અને મોટી મોટી કથાઓ આવે છે અને જાય છે પણ વિચાર હંમેશા જીવંત રહે છે. તમે નહિ રહો તો પણ તમારી ફિલ્મ પટકથાનો વિચાર જે ફિલ્મના માધ્યમથી કહેવામાં આવ્યો છે એ જીવંત રહેવાનો છે , એટલે પુરસ્કાર તો મહત્વનો છે, પણ એના કરતા પણ મહત્વનું છે "ચિંતન". આર્ટ ડિરેક્શન હોય કે ફોટોગ્રાફી હોય કે પટકથા લેખનનું સ્ટ્રક્ચર  હોય , ફિલ્મ દિગ્દર્શન હોય એમાં વિચાર , ચિંતન અને  આર્ટ વર્કમાં  એકસૂત્રતા કેળવાય એ વધુ મહત્વનું છે. 

  બનવું હતું મારે ચિત્રકાર અને બની ગયો હું ફિલ્મમેકર   

ડોક્ટર ચંદ્રપ્રકાશ  દ્રિવેદીનું કહેવું છે કે, તેઓ મેડિકલ પ્રેક્ટીશનર કે ફિલ્મ મેકરના હોત તો જરૂર એક સારા ચિત્રકાર  હોત. ડોક્ટર ચંદ્રપ્રકાશ  દ્રિવેદીને ચિત્રકળા કરવી ખુબ  જ  ગમે  છે. હું મેડિકલના અભ્યાસ સાથે શરૂઆતથી નાટક લખતો હતો અને મારા કળા ગુરુ એસ.બી પોલાજીએ  મારું  ભવિષ્ય  ભાખ્યું હતું કે ચિત્રકળામાં મારું લાંબુ  ભવિષ્ય છે.  તે જમાનામાં કુટુંબમાં કોઈ યુવક એમ કહે કે મારે ચિત્રકાર બનવું છે તો કુટુંબમાં ટેંશનનું વાતાવરણ ઉભું થઇ જાય કારણકે ચિત્રકારોનું ભવિષ્ય સમાજમાં બહુ ઉજળું હોતું નથી , તેઓ પિકાસો ,  રાજા રવિ વર્મા , અમૃતા શેરગિલ  કે એમ.એફ હુસેન જેવા મોટા ગજાના ચિત્રકાર બની જાય  તો વાત અલગ હોય છે. ત્યાર બાદ ચિકિત્સા ક્ષેત્રે આગળ મેં અભ્યાસ કર્યો અને હું મેડિકલ પ્રેક્ટીશનર બની ગયો હતો, પણ મારો રસ તો ચિત્રકળા, સાહિત્ય અને દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમ સાથે હતો અને દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમમાં જ મારે કામ કરવું હતું. હું મેડિકલ ક્ષેત્રમાં હતો, એટલે માઈક્રોસ્કોપિકલી કોઈ વિષયવસ્તુના લેખનમાં બારીકાઈથી ઊંડાણપૂર્વક જવું , અધ્યયન કરવું , એ મારો શોખ રહ્યો છે. વર્તમાન સિનેમામાં ઊંડાણપૂર્વક કોઈ પણ વિષય ઉપર કામ કરવામાં આવતું નથી, હું એમ નથી કહેતો કે તેઓ સારું કામ કરે છે કે સારું કામ  નથી કરતા પણ વર્તમાન સમયની ફિલ્મ મેકિંગની પેટર્નમાં  ઊંડાણપૂર્વક રિસર્ચ વર્કનો આગ્રહ કરવામાં આવતો નથી. મારું માનવું છે કે ફિલ્મ મેકિંગના  વિષયમાં   આપણો સમાજ હોય , આપણો દેશ હોય , વર્તમાન સમયનો સરોકાર હોય અને સ્વસ્થ મનોરંજન હોય એ બાબત જરૂરી છે.  આપણી ફિલ્મો હાલના સમયમાં મનોરંજન આધારિત હોય છે એમાં હું રચનાત્મક, સમાજથી સરોકાર હોય અને દેશનું પ્રતિબિંબ હોય એવી ફિલ્મોને દર્શકો સમક્ષ પીરસવા માંગુ છું. 
મેડિકલના અભ્યાસમાં તમાંરે 24 કલાક અભ્યાસ કરવો પડે છે અને આખો સમય તો મેડિકલના પુસ્તકોના અધ્યયનમાં નીકળી જાય છે પણ અમુક  રચનાત્મક ગતિવિધિ જન્મ સાથે વ્યક્તિમાં  ઇનબોન્ડ હોય છે, એટલે કે અમુક  વ્યક્તિના   લોહીમાં  ક્રિએટિવ સેન્સ ડેવલપ થયેલી  હોય છે.  હું  મેડિકલના અભ્યાસ સાથે થોડા સમયને  ચોરીને મારી રચનાત્મક ભૂખને સંતોષવાનું કામ કરી લેતો હતો. મને મેડિકલના ક્ષેત્રમાં  ખુબ  જ  સારા  પ્રોત્સાહિત કરનારા મિત્રો મળ્યા હતા જેઓ સારા મેડિકલ પ્રેક્ટિશનર હોવાની સાથે કળા અને સાહિત્યમાં રુચિ ને સારું જ્ઞાન ધરાવતા હતા. મારા પ્રાથમિક શિક્ષણના અભ્યાસ દરમ્યાન  શિક્ષક શ્રી રામમૂર્તિ  યાદવે મને ભાષાનું જ્ઞાન આપ્યું હતું અને ત્યારબાદ આઠમા -ધોરણમાં શિક્ષક ઇન્દ્રબહાદુર સિંહે ભાષા અંગે મારો રસ ડેવલપ કર્યો હતો, તેમનું ભાષાનું શિલ્પ જોરદાર હતું, ત્યાર બાદ કળા -માટેનો સ્તંભ મજબૂત કરનારા કલાગુરુ ચિત્રકળા શિક્ષક  એસ.પી પોલાજી હતા.  મેડિકલ કોલેજમાં પ્રોફેસર સુધાકર જનાર્દન પ્રભુ  હતા તેઓ તબીબ પણ  સંગીત વિષય ઉપર ઊંડાણપૂર્વકનું તેમનું જ્ઞાન અચંબિત કરનારું હતું, તેમની અરબી ભાષા , સંસ્કૃત ભાષા, હિન્દી  અને સિંહાલી ભાષા ઉપર તેમની પકડ મજબૂત હતી અને ઊંડાણપૂર્વકનું અધ્યયન કર્યું હતું, એક ડોક્ટર હોવા છતાં પ્રાદેશિક ભાષાઓ અને સંગીતમાં જબરજસ્ત જ્ઞાન હતું , તેમણે મને આ તમામ વિષયોમાં ઊંડાણપૂર્વક અધ્યયન કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. ત્યાર બાદ મારા મેડિકલ કોલેજના બીજા પ્રોફેસર અને તબીબ ડોક્ટર એમ.એ શેખ કે જેઓ સારા ક્રિકેટર હતા અને ક્રિકેટમાં તેમની વિશેષ રુચિ હતી. તેઓ માઈક્રોબાયોલોજી ભણાવતા હતા, તેમણે નોટિસ કર્યું કે મને તો  કળા અને નાટ્ય લેખન ને સંગીતમાં વિશેષ રુચિ છે. તેમણે બધાને કહ્યું હતું કે  ભલે આ છોકરો  ડોક્ટર છે પણ પોતાની અંદર કળાનો જીવ લઈને આવ્યો છે, એની કળાને વિકસિત કરો. 

ગુલઝાર સાહબના લખેલ ગીતો વારંવાર સાંભળવા ગમે 

ડોક્ટર ચંદ્રપ્રકાશ   દ્રિવેદી  ગીતકાર અને ફિલ્મ રાઇટર અને ફિલ્મ દિગ્દર્શક ગુલઝાર સાહબના ચાહક છે અને તેમનું ગીત "મેં શાયર બદનામ" તેમનું  મનપસંદ ગીત  છે. બીજું ગુલઝાર સાહબની જ ફિલ્મનું ગીત છે "આજકલ પાંવ  ઝમી પર નહિ પડતે મેરે" આ ગીત મને બહુ  ગમે  છે. મારી ફિલ્મ "પિંજર"ના ગીતો પણ ગુલઝાર સાહેબે લખ્યા હતા. 

ફિલ્મ "પિંજર"ની નિષ્ફળતા માટે અફસોસ નથી ? 


ફિલ્મ મેકિંગમાં રચનાત્મક શ્રેષ્ઠતા માટેના અમુક પ્રકારના અલગ માનક સ્થાપિત કરવાની મારી જીદ હોય છે.  ફિલ્મ "પિંજર" ના લખાણ અને  દિગ્દર્શન કરવા માટે તેના કથાકને મને પ્રેરિત કર્યો હતો.   ફિલ્મ "પિંજર" ના લેખન માટેનો મૂળભૂત હેતુ વર્તમાન સમાજની સ્થિતિ  એક અલગ સમ્પ્રદાય છે જેમની વિચારધારા આપણાથી અલગ છે, તેમના અને બીજા સમુદાય વચ્ચે સામંજસ્ય અને સ્વીકૃતિ નથી. ફિલ્મ "પિંજર"ની કથામાં હિન્દૂ અને મુસ્લિમ સમાજની વાત કરવામાં આવી છે, બંને સમાજ વચ્ચે વૈમનસ્ય , સંગર્ષ અને દ્રેષ છે. આ વૈમનસ્ય દ્રેષ અને સંગર્ષ છે એના મૂળમાં એક લાંબો ઇતિહાસ છે અને આ લાંબા લોહિયાળ ઇતિહાસ બાદ પણ હિન્દૂ -મુસ્લિમ સમુદાય એકસાથે રહેવાનો પ્રયત્ન કરી રહ્યા છે , લેખિકા અમૃતા પ્રીતમના ઉપન્યાસમાં પણ હિન્દૂ યુવતી અને મુસ્લિમ યુવક વચ્ચેની સ્થિતિ સુખદ અને સહજ નથી. બંને અલગ અલગ ધર્મના અને સમુદાયના છે અને બંનેના સંબંધોમાં વિચિત્ર પીડા છે, બંને અલગ અલગ દેશના અને અલગ અલગ ધર્મના લોકો એક છત નીચે રહેવા આવે છે ત્યારે તેમની વચ્ચેની વિચિત્ર અને દુઃખદ સ્થિતિને અમે ફિલ્મ "પિંજર"માં વણી લીધી હતી. લાંબા સમય બાદ અમે સાહિત્યિક બેકગ્રાઉન્ડવાળી ફિલ્મ "પિંજર" લઈને આવ્યા હતા પણ દર્શકોએ ફિલ્મને સ્વીકારી નહોતી અને ફિલ્મ નિષ્ફળ ગઈ હતી. 


 કન્ઝયુમાંઈનીઝમ અને કોમર્શિયલીઝ્મને કારણે સીનેમા મેકિંગનો મૂળભૂત હેતુ હાંસિયામાં ધકેલાયો છે?

  સંસ્કૃતિ અને સાહિત્ય પ્રત્યે સિનેમામાં ઉદાસીનતા રહી છે કારણકે શિક્ષા, વ્યાપાર અને સંગીત , કલા જગતમાં કોમર્શિયલાઝમ અને કન્ઝયુમાંઈનીઝમનું વર્ચસ્વ છે. આપણા હિન્દુસ્તાનમાં જ્યોગ્રાફિકલ ડિસ્ટ્રીબ્યુશન વેરાયટી છે , જે બાબતો નાગાલેન્ડ કે અરુણાચલ પ્રદેશના નાગરિકોને સ્પર્શતી હોય એ બાબતો કે વિષય સાથે મુંબઈના નાગરિકને સરોકાર નથી. આપણે ત્યાં મોટા ભાગના ફિલ્મ દિગ્દર્શકો બહુ સારી રીતે સાંસ્કૃતિક ભિન્નતાને પીરસી શક્યા નથી, હિન્દુસ્તાનની સાંસ્કૃતિક ભિન્નતાને બિમલ રોય અને રાજ કપૂરે તેમની ફિલ્મમાં પીરસી હતી. આપણે ત્યાં અમુક જ પ્રકારના ફોર્મ્યુલા સિનેમા સિવાય બીજું કશું અલગ બનતું નથી કારણકે જોખમ અને નિષ્ફળતાનો ડર હોય છે. સાંસ્કૃતિક  / સાહિત્ય ભિન્નતાની વાત આવે છે તો આપણે ત્યાં એક ફિલ્મ સફળ થાય તો એ 28 રાજ્યોમાં એક સાથે સફળ થતી નથી, હિન્દી ફિલ્મો હિન્દી બેલ્ટમાં જ સફળ થાય છે. હિન્દી ફિલ્મો અરુણાચલ પ્રદેશ કે કેરળમાં સફળ થઇ હોય એવા કિસ્સા બહુ ઓછા છે. આપણો દેશ ક્ષેત્રિયતામાં વહેંચાયેલો છે , હિન્દી ભાષા ક્યાં બચી છે? હિન્દી ભાષા ફક્ત ઉત્તર ભારતની ભાષા બનીને રહી ગઈ છે, તમિલનાડુ કે કેરળમાં હિન્દી ફિલ્મોની બોલબાલા નથી કે ત્યાં આજ સુધી એક પણ હિન્દી ફિલ્મે સારો વકરો કર્યો નથી. 

------------------------------------------------------------------------------





























 































 























































































 













































































































































































































































































































































































Comments

Nice article...keep it up

Popular posts from this blog

સુશાંત સહીત બોલીવુડના જાણીતા સિતારા જેમના મૃત્યુ બાદ ફિલ્મ રીલીઝ થઇ

૧૪ જુનના રોજ સુશાંત સિહ રાજપૂત મૃત્યુ પામ્યો અને સુશાંતના મૃત્યુ બાદ તેણે આત્મહત્યા કરી કે તેની ષડ્યંત્ર દ્વારા હત્યા થઇ છે, એ કોયડો હજી ઉકેલાયો નથી. શેખર કપૂર અને સંજય લીલા ભણસાલી સહીત તમામ ફિલ્મ મેકરના સ્ટેટમેન્ટ મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. આ તરફ મનોજ બાજપાઈ , કંગના રનોત , રૂપાલી ગાંગુલી , શેખર સુમન સહીત અન્ય કલાકાર સી.બી.આઈ.તપાસની માંગણી કરી રહ્યા છે. ૬ જુલાઈના રોજ ફિલ્મ "દિલ બેચારા" નું ટ્રેલર રીલીઝ થયું હતું. આ ટ્રેલરે તમામ રેકોર્ડ તોડ્યા છે. બોલીવુડમાં સૌથી વધુ વિખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર હોય તો એ મુકેશ છાબડા છે અને યશરાજના શાનું શર્મા છે.  ફિલ્મ "દિલ બેચારા" થી મુકેશ છાબડાએ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું છે અને આ ફિલ્મથી દિલ્હીની એક્ટ્રેસ સં જના સાંઘીએ  ડેબ્યુ  કર્યું  છે.  સુશાંત સિહ રાજપૂત સિવાય બોલીવુડના ઘણા સિતારા છે જેમણે જેમના મૃત્યુ બાદ તેમની ફિલ...

Movie Review : 'દિલ બેચારા' સુશાંત 'વન લાસ્ટ ટાઈમ'

                                                                                    ફિલ્મ :  'દિલ બેચારા'  સુશાંત   'વન લાસ્ટ ટાઈમ'   :  એશ દેસાઈ                          રેટિંગ  : 3.5/5                         ફિલ્મ દિગ્દર્શક :   મુકેશ  છાબડા                        ફિલ્મ કલાકાર : સુશાંત સિંહ રાજપુત, સંજના સંઘી, સ્વસ્તિકા મુખરજી ,                        સૈફ અલી ખાન (મહેમાન ભૂમિકા), શાસ્વત ચેટરર્જી    ...

અલવિદા "શોલે " વાળા સૂરમાં ભોપાલી

સૂરમાં ભોપાલી હવે આ દુનિયામાં નથી પણ એમને રમેશ સિપ્પીની ફિલ્મ "શોલે" કેવી રીતે મળી હતી, એનો યાદગાર કિસ્સો અહી ટાંક્યો છે.   એક ઈન્ટરવ્યુમાં જગદીપ સાહેબને પૂછવામાં આવ્યું હતું કે, તમારું અસલ નામ તો બહુ ઓછા લોકો જાણે છે ? તમને કેમ વિચાર આવ્યો કે ભોપાલની  ભાષાને દુનિયાભરમાં મશહુર કરી દઈએ? સલીમ અને જાવેદની ફિલ્મ "સરહદી લુટેરા" હતી અને આ ફિલ્મમાં જગદીપ કોમેડિયન હતા. મારા સંવાદ બહુ લાંબા હતા અને હું સલીમ પાસે ગયો કે અરે આ સંવાદ તો બહુ લાંબા છે તેમણે કહ્યું કે જાવેદને જઈને કહો. હું જાવેદ પાસે ગયો હતો અને જાવેદે ફટાફટ સંવાદને ટૂંકા કરી પાંચ લાઈનમાં ફેરવી કાઢ્યા હતા. મેં  પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અરે કમાલ છે , તું  સારો લેખક છે. અમે બધા સાંજે બેઠા હતા અને કિસ્સાઓ , વાર્તાઓ અને શાયરીઓ ચાલી રહી હતી. ત્યાં જાવેદ એક લઢણમાં બોલ્યા કે "ક્યાં જાને , કીધર કહાં - કહાં સે આ જાતે હેં. મેને પૂછા અરે યે ક્યાં કહાં સે લાતે હો. જાવેદ બોલ્યો કે આ ભોપાલનો લહેજો છે. જાવેદે કહ્યું હતું કે આ ભોપાલની  મહિલાઓનું લઢણ છે અને ભોપા...