Skip to main content

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગ્રુપિઝમ છે : શાંતિપ્રિયા



શાંતિપ્રિયા 

                                                                                                                                         
                                                                                                                               ઇન્ટરવ્યૂ : અનુગાના 

એક્ટ્રેસ શાંતિપ્રિયા બિગ બોસમાં ભાગ લેવાની છે એવી ખબર વહેતી થઈ છે , પણ આ સંદર્ભે શાંતિપ્રિયાએ વધુ ફોડ પાડ્યો નથી.
એક્ટ્રેસ શાંતિપ્રિયા અને ભાનુપ્રિયા આમ તો દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દબદબાવાળું નામ  છે. શાંતિપ્રિયા અને ભાનુંપ્રિયા બહેનોએ દક્ષિણ ભારતમાં ખૂબ નામ અને દામ મેળવ્યા. ફેમ ખૂબ મેળવી પણ બૉલીવુડમાં ગ્રુપિઝમ અને રંગભેદની નીતિને કારણે તેમને ખૂબ જ સહન કરવું પડ્યું હતું. શાંતિપ્રિયાની પહેલી હિન્દી ફિલ્મ "સોગંધ" હતી જેમાં તેનો હીરો અક્ષય કુમાર હતો અને બીજી ફિલ્મ "ઈકકે પે ઇક્કા " હતી જેમાં તેણે અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું, હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રંગ ભેદ અંગે શાંતિપ્રિયાએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.હિન્દી અને તમિલ તેલુગુ સહિત શાંતિપ્રિયાએ 33 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે અને ત્યાર બાદ હિન્દી સિરિયલ " વિશ્વામિત્ર"માં મુકેશ ખન્ના સાથે કામ કર્યું હતું અને શકુંતલાની ભૂમિકા ભજવી હતી.શાંતિપ્રિયા ફિલ્મમેકર વી.શાંતારામના દીકરીના દીકરા સિદ્ધાર્થને પરણી હતી અને એક્ટર સિદ્ધાર્થનું હાર્ટએટેકને કારણે નિધન થતા 2 દીકરાઓને એકલે હાથે ઉછેર્યા હતા અને શાંતિપ્રિયાનો મોટો દીકરો મોડેલિંગ કરે છે, તેને પણ રંગભેદનો સામનો મુંબઈમાં કરવો પડે છે.

શાંતિપ્રિયા સાથે વાતચીતના અંશ

સ : 1)  તમે સલમાન ખાનના શો બિગ બોસના ભાગ બનવાના છો? એવી ખબર આવી રહી છે? 

જ : 1  શાંતિપ્રિયા) હું બિગ બોસ શો ની ફેન છું અને મને બિગ બોસ શૉ જોવો ખૂબ જ ગમે છે. મને બિગ બોસમાં ભાગ લેવું ગમશે પણ હાલમાં હું ભાગ લઈ રહી છું કે નહીં એ વિશે ફોડ પાડવો નથી. જ્યારે બિગ બોસમાં ભાગ લઈશ ત્યારે તમને ખબર પડી જ જશે.

સ : 2)  ગ્રુપિઝમ ફક્ત ફક્ત બૉલીવુડમાં છે કે સાઉથમાં પણ જોવા મળે છે?

જ : 2 શાંતિપ્રિયા) સાઉથમાં ટેલેન્ટને  સ્વીકારવામાં આવે છે. સાઉથમાં તમે સિન્સિયર છો અને તમારામાં ડાન્સ, એક્શન અને અભિનયની ક્ષમતા છે તો તમને બ્રેક મળી જાય છે. ત્યાં આઉટ સાઈડર કે ઇન્સાઇડર જેવા શબ્દો નથી. સાઉથમાં ટેલેન્ટને સલામ કરવામાં આવે છે, ત્યાં ગોરો ચહેરો કે ઝીરો ફિગર કરતા એક્ટિંગ સ્કિલ ઉપર ધ્યાન આપવામાં આવે છે.

અહીંયા બોલીવુડમાં બુલિંગ, નેપોટીઝમ અને ગ્રુપિઝમનું દુષણ છે. અહીંયા નેપોટીઝમ કરતા પણ ગ્રુપિઝમનું સૌથી મોટું દુષણ છે. અહીંયા પંજાબી એક્ટર અને પ્રોડ્યુસરનું લોબિંગ, ગુજરાતી એક્ટર અને પ્રોડ્યુસરનું લોબિંગ અને સાઉથ ઇન્ડિયન ફિલ્મમેકર અને એક્ટર તેઓનું અલગ ગ્રુપ હોય છે.આ ક્રિએટિવ ફિલ્ડ છે, ભલે  મનોરંજનનો બિઝનેસ છે પણ ક્રિએટિવ કામ તો ટિમ વર્કમાં થાય તો જ ક્રિએટિવ કામનું રિઝલ્ટ જોવા મળે છે. તમે બીઝનેસને નામે બદમાશી કરી બીજાને કામ કરતા કે ફિલ્મ મેળવતા રોકી શકો નહિ. 

આજે સાઉથ વાળા લોબિંગ કે ઈર્ષ્યા કે ગ્રુપીઝમમાં પડતા નથી,  એટલે જ પરિણામ છે કે  "બાહુબલી" જેવી રિજનલ ફિલ્મ જેણે હિન્દી ફિલ્મોનું માર્કેટ તોડ્યું હતું. તમે ફિલ્મ બિઝનેસને નામે અસુરક્ષિતતા લોબિંગને પ્રાધાન્ય આપશો તો પાછળ જ રહેશો. આજે મોટે ભાગે સાઉથની ફિલ્મોનું હિન્દી વર્ઝન બને છે.

90ના દાયકામાં હું લગ્ન બાદ ગર્ભવતી બની અને બાળકોની સાર સંભાળ માટે મેં બ્રેક લીધો હતો, વળી ત્યારે લગ્ન બાદ એક્ટ્રેસને માં, બહેન કે ભાભીની જ ભૂમિકા મળતી હતી. હવે વેબ પ્લેટ ફોર્મ ને કારણે ટ્રેન્ડ ચેન્જ થયો છે, હવે પ્રોઢ વયની અભિનેત્રીઓ માટે સુંદર ભૂમિકાઓ ફિલ્મ અને ઓ.ટી.ટી પ્લેટફોર્મ ઉપર લખાઈ રહી છે. 
                                                               
ફિલ્મ બિઝનેસ અને કોમ્પિટિશનને નામે તમે અસુરક્ષિતાને કવર કરવાની કોશિશ જ કરતા રહો છો. ઈર્ષ્યા , અહંકાર અને અસુરક્ષિતાને કારણે ગ્રુપિઝમ જેવા ન્યુસન્સનો જન્મ થાય છે અને નવા ટેલેન્ટને આગળ વધતા રોકવામાં આવે છે. મને લાગે છે કે સ્વ. સુશાંત સિંહ રાજપૂત કે અન્ય કોઈ પણ ઈન્ડસ્ટ્રીની બહારના જે યુવક કે યુવતી છે તેમની સાથે લોબિંગ કે બુલિંગ જેવી એક્ટિવિટી બંધ થવી જોઈએ. મૂળમાં અસુરક્ષિતા જ છે, એને કારણે જ દુષણનો જન્મ થાય છે.


શાંતિપ્રિયા 


સ : 3) તમને બોલીવુડમાં  રંગભેદ નીતિનો સામનો કરવો પડ્યો છે?
જ : 3 શાંતિપ્રિયા) મને મારા કાળા રંગને કારણે 90ના દાયકામાં ઘણા જ અપમાન સહન કરવા પડ્યા છે. 
મારી સામે અજય દેવગણ હીરો હતો પણ પ્રોડ્યુસર ભેજાગેપ હતો તેણે બહાનું બનાવ્યું હતું કે એક્ટ્રેસ કાળી છે અને હીરોની સ્કિન સાથે એક્ટ્રેસની સ્કિન મેચ નહીં થાય. અજય દેવગણનો તો કોઈ દોષ નહોતો કારણકે તે ફિલ્મનો હીરો હતો પ્રોડ્યુસર નહોતો.ત્યાર બાદ અજય દેવગણ સામે બીજી એક્ટ્રેસને કાસ્ટ કરવામાં આવી હતી. મને કાળા રંગને કારણે ફિલ્મસિટીમાં સેટ ઉપર 200 લોકોના યુનિટની સામે મશ્કરી અને અપમાન સહન કરવા પડ્યા છે, મારા કો-એક્ટરએ મશકરી કરી હતી અને તેને મશ્કરી કરવાની આદત છે પણ મારા કાળા રંગને કારણે જે કૉમેન્ટ થઈ એના ઘાવ મારા દિલમાંથી જઈ શક્યા નથી. મેં ટ્વીટર ઉપર સામેથી મન મોટું કરીને લખ્યું હતું કે અક્ષય કુમારે મશકરીમાં કહ્યું હતું અને તેનો અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો.પણ  સામે અક્ષયે ટ્વીટર ઉપર રિગ્રેટ પણ કર્યો નહોતો કે તેણે જે ટિપ્પણી કરી હતી તે બરાબર નહોતી.  તે મારો સારો મિત્ર છે અને અમે છેલ્લે વર્ષ 2016માં મળ્યા હતા. તેણે મને મદદ કરવા પણ કહ્યું હતું પણ તે નાદાનીમાં ઘણી વાર એવા શબ્દો બોલે છે, જેનું તેને ભાન રહેતું નથી , તે નાના બાળક જેવો છે, તે કોઈનું દિલ દુઃખવવા માટે બોલતો નથી. અક્ષય બાળક બુદ્ધિમાં મશ્કરી કરતો હોય છે અને એના મનમાં કોઈને દુખ પહોચાડવાની ભાવના હોતી નથી. મારો  ભારતીય રંગ  છે અને આ ઈન્ડિયન કલર સામે મને શરમ નથી પણ ગર્વ છે. 

અંગ્રેજી અખબારે રંગભેદ નીતિ માટે મારો ઈન્ટરવ્યું લીધો હતો પણ તેમના પત્રકારે અક્ષયે મારી રંગ બાબતે કરેલ ટીપ્પણીની હેડલાઈન બનાવી એ બાબત ખોટી હતી, ત્યાર બાદ મેં અક્ષયને થોડા દિવસ પહેલા ટવીટર ઉપર ટેગ કરી ખુલાસો આપ્યો હતો. તેણે આ બાબતે પ્રતિક્રિયા આપી નહોતી. 
 મારો વિરોધ એ બાબતનો હતો કે સ્વીડીશ કે ફ્રેંચ એકટરને ભારતીય વિજ્ઞાપનમાં કાસ્ટ કરવામાં આવે છે અને મુંબઈમાં ઓડિશનમાં પણ બોર્ડ ફેર મોડેલ જોઈએ છે એવું માર્યું હોય છે. ૯૦નાં દાયકામાં બોલીવુડમાં એક્ટ્રેસ એમના શોષણ સામે અવાજ ઉપાડતા ડરતી હતી પણ હાલમાં ટવીટર કે અન્ય માધ્યમ ઉપર એક્ટ્રેસ પોતાનો અવાજ ઉપાડે છે. 


                                               
શાંતિપ્રિયા 



સ : 4) બોલીવુડમાં કેવા પ્રકારના બુલિંગનો સામનો કરવો પડ્યો હતો? તમને કોની સાથે કામ ના કરવાનો અફસોસ છે?


જ : 4  શાંતિપ્રિયા) સાઉથમાં હું વ્યંકટેશ અને ચિરંજીવી સાથે કામ કરી શકી નથી તેનો મને અફસોસ છે. મારી જોડી વિજયકાન્ત અને પ્રભુદેવા સાથે ખૂબ જ સુપરહિટ રહી છે. પ્રભુદેવા આપણાં ચિચી એટલે ગોવિંદા જેવો છે, હસવું અને મશકરી કરવી એનો સ્વભાવ છે. જયારે વિજય કાંત ખૂબ જ ધીર ગંભીર કલાકાર છે. ગોવિંદા સાથે મેં કામ કર્યું છે એટલે પ્રભુદેવા અને ગોવિંદામાં ઘણી સામ્યતા જોવા મળે છે.


સાઉથ ઇન્ડિયન અભિનેતા અને અભિનેત્રીના હિન્દી અને અંગ્રેજી બોલવાના લઢણની મશ્કરી કરવામાં આવે છે. આપણે ત્યાં 28 રાજ્યોમાં અંગ્રેજી દેશી બોલીમાં બોલાય છે અને દરેક રાજ્યની અંગ્રેજી બોલવાની ઢબ અલગ છે. બોલીવુડમાં અમારા હિન્દી બોલવાના અને અંગ્રેજી બોલવાના લઢણ સામે અમારે બુલિંગ અને મશ્કરીનો સામનો કરવો પડ્યો હતો. શ્રીદેવી કે હેમા માલિની જેવી સિનિયર એક્ટ્રેસ અને જયા પ્રદા એ પણ અંગ્રેજી અને હિન્દી બોલવાની લઢણ સામે કેટકેટલી ટીકા અને મશકરી કરવામાં આવી છે. બ્રિટિશ એક્ટ્રેસ જેમને હિન્દી ફિલ્મોમાં કામ આપવામાં આવે છે , એમને વ્યવસ્થિત હિન્દી બોલતા પણ નથી આવડતું અને અભિનયના પણ ઠેકાણા નથી હોતા છતાં ગોરો વાન અને ઝીરો ફિગરને કારણે નિર્માતા એમને કાસ્ટ કરતા હોય છે. હિન્દી સંવાદ બોલી શકતી નથી પણ ગોરા વાનને કારણે ચલાવી લેવાય છે. શું સ્મિતા પાટીલ કે નંદિતા દાસની અભિનય ક્ષમતા અંગે તમને સવાલ થશે? શું ઝીરો ફિગર ધરાવનાર એક્ટ્રેસ જેને હિન્દી નથી આવડતું અને એક્ટિંગ પણ નથી આવડતી એની સામે ભેજાગેપ નિર્માતા સવાલ કરશે નહિ. 

Comments

Popular posts from this blog

સુશાંત સહીત બોલીવુડના જાણીતા સિતારા જેમના મૃત્યુ બાદ ફિલ્મ રીલીઝ થઇ

૧૪ જુનના રોજ સુશાંત સિહ રાજપૂત મૃત્યુ પામ્યો અને સુશાંતના મૃત્યુ બાદ તેણે આત્મહત્યા કરી કે તેની ષડ્યંત્ર દ્વારા હત્યા થઇ છે, એ કોયડો હજી ઉકેલાયો નથી. શેખર કપૂર અને સંજય લીલા ભણસાલી સહીત તમામ ફિલ્મ મેકરના સ્ટેટમેન્ટ મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. આ તરફ મનોજ બાજપાઈ , કંગના રનોત , રૂપાલી ગાંગુલી , શેખર સુમન સહીત અન્ય કલાકાર સી.બી.આઈ.તપાસની માંગણી કરી રહ્યા છે. ૬ જુલાઈના રોજ ફિલ્મ "દિલ બેચારા" નું ટ્રેલર રીલીઝ થયું હતું. આ ટ્રેલરે તમામ રેકોર્ડ તોડ્યા છે. બોલીવુડમાં સૌથી વધુ વિખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર હોય તો એ મુકેશ છાબડા છે અને યશરાજના શાનું શર્મા છે.  ફિલ્મ "દિલ બેચારા" થી મુકેશ છાબડાએ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું છે અને આ ફિલ્મથી દિલ્હીની એક્ટ્રેસ સં જના સાંઘીએ  ડેબ્યુ  કર્યું  છે.  સુશાંત સિહ રાજપૂત સિવાય બોલીવુડના ઘણા સિતારા છે જેમણે જેમના મૃત્યુ બાદ તેમની ફિલ...

Movie Review : 'દિલ બેચારા' સુશાંત 'વન લાસ્ટ ટાઈમ'

                                                                                    ફિલ્મ :  'દિલ બેચારા'  સુશાંત   'વન લાસ્ટ ટાઈમ'   :  એશ દેસાઈ                          રેટિંગ  : 3.5/5                         ફિલ્મ દિગ્દર્શક :   મુકેશ  છાબડા                        ફિલ્મ કલાકાર : સુશાંત સિંહ રાજપુત, સંજના સંઘી, સ્વસ્તિકા મુખરજી ,                        સૈફ અલી ખાન (મહેમાન ભૂમિકા), શાસ્વત ચેટરર્જી    ...

અલવિદા "શોલે " વાળા સૂરમાં ભોપાલી

સૂરમાં ભોપાલી હવે આ દુનિયામાં નથી પણ એમને રમેશ સિપ્પીની ફિલ્મ "શોલે" કેવી રીતે મળી હતી, એનો યાદગાર કિસ્સો અહી ટાંક્યો છે.   એક ઈન્ટરવ્યુમાં જગદીપ સાહેબને પૂછવામાં આવ્યું હતું કે, તમારું અસલ નામ તો બહુ ઓછા લોકો જાણે છે ? તમને કેમ વિચાર આવ્યો કે ભોપાલની  ભાષાને દુનિયાભરમાં મશહુર કરી દઈએ? સલીમ અને જાવેદની ફિલ્મ "સરહદી લુટેરા" હતી અને આ ફિલ્મમાં જગદીપ કોમેડિયન હતા. મારા સંવાદ બહુ લાંબા હતા અને હું સલીમ પાસે ગયો કે અરે આ સંવાદ તો બહુ લાંબા છે તેમણે કહ્યું કે જાવેદને જઈને કહો. હું જાવેદ પાસે ગયો હતો અને જાવેદે ફટાફટ સંવાદને ટૂંકા કરી પાંચ લાઈનમાં ફેરવી કાઢ્યા હતા. મેં  પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અરે કમાલ છે , તું  સારો લેખક છે. અમે બધા સાંજે બેઠા હતા અને કિસ્સાઓ , વાર્તાઓ અને શાયરીઓ ચાલી રહી હતી. ત્યાં જાવેદ એક લઢણમાં બોલ્યા કે "ક્યાં જાને , કીધર કહાં - કહાં સે આ જાતે હેં. મેને પૂછા અરે યે ક્યાં કહાં સે લાતે હો. જાવેદ બોલ્યો કે આ ભોપાલનો લહેજો છે. જાવેદે કહ્યું હતું કે આ ભોપાલની  મહિલાઓનું લઢણ છે અને ભોપા...