
શો મેન રાજકપૂરના સાળા પ્રેમનાથે 50નાં દશકમાં પોતાના અભિનય દ્વારા લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. પ્રેમનાથે ફિલ્મ જેવી કે "બાદલ", "જોની મેરા નામ", "જાની દુશ્મન" જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. પ્રેમનાથ મલ્હોત્રા નો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. ભારત-પાક વિભાજન બાદ તેમનો પરીવાર મધ્યપ્રદેશના જબલપુરમાં આવીને વસ્યો હતો. જબલપુરથી પ્રેમનાથ મલ્હોત્રા મુંબઈ આવી ગયા હતા, તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. પ્રેમનાથના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ ૧૯૪૮માં થઇ હતી. વર્ષ ૧૯૪૮માં તેમની બે ફિલ્મો "આગ" અને "અજીત" આવી હતી.
આર્મીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના પિતાજીને તાર લખી ૧૦૦ રૂપિયા માંગ્યા હતા અને એમ જણાવ્યું હતું કે રૂ ૧૦૦ની કિમતની એક બંદુક ખરીદવી છે, ત્યાર બાદ રૂપિયા ૧૦૦ મળતા તેમણે સીધી મુંબઈની ટ્રેન પકડી હતી અને અહિયાં દાદરમાં એક્ટર પૃથ્વીરાજ કપૂરને મળ્યા હતા.
તેમણે પૃથ્વીરાજ કપૂરને કહ્યું હતું કે તમે મને તમારો ચેલો બનાવી દો અને મને પૃથ્વી થીયેટરનો હિસ્સો બનાવી દો. પૃથ્વીરાજ કપૂરે પ્રેમનાથ મલ્હોત્રાને પૃથ્વી થીયેટરમાં એન્ટ્રી આપી દીધી હતી ત્યાર બાદ પૃથ્વીરાજ કપૂરના દીકરા રાજ કપૂર સાથે પ્રેમનાથ મલ્હોત્રાની દોસ્તી થઇ હતી. બંને ગાઢ મિત્રો બની ગયા હતા. એકવાર રાજ કપૂર અને પ્રેમનાથ જબલપુર ફરવા ગયા હતા અને ત્યાં રાજ કપૂરની નજર સુંદર કન્યા કૃષ્ણા કપૂર ઉપર પડી હતી જે પ્રેમનાથની બહેન હતી.

રાજ કપૂરને કૃષ્ણા કપૂરને જોતા જ પ્રેમ થઇ ગયો હતો અને કૃષ્ણા કપૂરે પણ રાજ કપૂરના પ્રેમનો સ્વીકાર કરી લીધો હતો, ત્યારબાદ બંનેના લગ્ન લેવાયા હતા. ત્યારબાદ પ્રેમનાથ શોમેન રાજકપૂરના ઓફીશીયલ સાળા બની ગયા હતા. પ્રેમનાથના બંને નાના ભાઈઓ રાજેન્દ્રનાથ અને નરેન્દ્રનાથ મશહુર એક્ટર હતા. પ્રેમનાથની બહેનના લગ્ન ખલનાયક પ્રેમ ચોપરા સાથે થયા હતા.
શો મેન રાજકપૂરના સાળા પ્રેમનાથે ૬૦નાં દશકમાં પોતાના અભિનય દ્વારા લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. પ્રેમનાથે ફિલ્મ જેવી કે "બાદલ", "જોની મેરા નામ", "જાની દુશ્મન" જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. પ્રેમનાથ મલ્હોત્રા નો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો.
ભારત-પાક વિભાજન બાદ તેમનો પરીવાર મધ્યપ્રદેશના જબલપુરમાં આવીને વસ્યો હતો. જબલપુરથી પ્રેમનાથ મલ્હોત્રા મુંબઈ આવી ગયા હતા, તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. પ્રેમનાથના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ ૧૯૪૮માં થઇ હતી. વર્ષ ૧૯૪૮માં તેમની બે ફિલ્મો "આગ" અને "અજીત" આવી હતી.
![]() |
| શમ્મી કપૂર અને ગીતા બાલીના લગ્નમાં સ્વ.પ્રેમનાથ અને તેમના પત્ની બીના રાય |
પ્રેમનાથને પણ એમના બનેવી શો મેન રાજકપૂરની જેમ કો -સ્ટાર બીના રાય સાથે પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો. એક્ટ્રેસ બીના રાય જાણીતા હતા. બીના રાય સાથે પ્રેમનાથ મલ્હોત્રાએ ફિલ્મ "ઔરત"માં કામ કર્યું હતું. બંનેએ સાથે કામ કરવાનું શરુ કર્યું હતું, પ્રેમનાથ બીના રાયની સાદગી ઉપર ફિદા થઇ ગયા હતા અને બંનેએ ત્યારબાદ લગ્ન કરી લીધા હતા.
બીના રાયના પ્રેમનાથના જીવનમાં આગમન પહેલા જ મધુબાલા સાથે પ્રેમનાથના અફેરની ઘણી ગોસીપ ચાલી હતી, ત્યાર બાદ આ બાબતનો સ્વીકાર પ્રેમનાથે કર્યો નહોતો. બીના રાય સાથે લગ્ન બાદ પ્રેમનાથે મધુબાલા સાથે ૧૮ ફિલ્મો સાઈન કરી હતી, પણ આ તમામ ફિલ્મોમાંથી પ્રેમનાથ નીકળી ગયા હતા, બીના રાય સાથે લગ્ન બાદ તેમણે મધુબાલા સાથે કામ કરવાનું અવોઇડ કર્યું હતું. બીના રાય સાથે લગ્ન બાદ બંને પતિ અને પત્નીએ પોતાના પ્રોડક્શન હાઉસ બનાવવાનું નક્કી કર્યું હતું અને વર્ષ ૧૯૫૩માં તેમની પ્રથમ ફિલ્મ "શીગુફા" આવી હતી.
ત્યારબાદ હોમ પ્રોડક્શનની ફિલ્મો "સમુંદર" અને "ચંગેઝખાન" પણ આવી હતી. આ તમામ ફિલ્મો બોક્સ ઓફીસ ઉપર કમાલ દેખાડી શકી નહોતી, સામે બીના રાયની ફિલ્મો "ઘુંઘટ", "અનારકલી" અને " તાજમહલ" સફળ રહી હતી. બીના રાયનું ફિલ્મી કરિયર તો આગળ વધી રહ્યું હતું પણ પ્રેમનાથ પાછળ ચાલ્યા ગયા હતા. ફિલ્મ પ્રોડ્યુસરના ઘેર પાર્ટીના ઇન્વીટેશન કાર્ડમાં લખવામાં આવતું હતું કે, મિસ્ટર એન્ડ મીસીસ રાય. પ્રેમનાથ પત્નીની સફળતાથી ઘણા ખુશ હતા પરંતુ દિલમાં પીડા પણ ઉભરાતી હતી.
ફિલ્મ મેકર રીશીકેશ મુખર્જીએ ફિલ્મ "અભિમાન" માં અમુક અંશ પ્રેમનાથ અને બીના રાયના અંગત જીવનના લીધા હતા. ફિલ્મ "અભિમાન" આવી એ અરસામાં અભિનેતા પ્રેમનાથે ૧૪ વર્ષ સુધી ફિલ્મોથી બ્રેક લઈ લીધો હતો. આ ૧૪ વર્ષ દરમ્યાન તેમણે અધ્યાત્મનો માર્ગ પકડ્યો હતો અને તીર્થ સ્થાને નીકળી પડતા અને ધાર્મિક વાંચનમાં વ્યસ્ત રહેતા હતા. પ્રેમનાથ જ્યોતિષ વિદ્યામાં ઘણો વિશ્વાસ રાખતા હતા અને તેમને વિશ્વાસ હતો કે તેઓ ફિલ્મી પરદે પાછા પરત ફરશે ત્યારે એક જબરજસ્ત ફિલ્મ સાથે પરત ફરશે. લાંબા વિરામ બાદ તેમણે દેવ આનદની ફિલ્મ "જોની મેરા નામ" સાઈન કરી હતી અને તેમણે સાઈન કરતા જ દેવ આનંદ સાહેબને કહ્યું હતું કે આ ફિલ્મ સુપરડુપર હીટ જશે.
આ ફિલ્મ એમની સેકન્ડ ઇનિગ્સ હતી. બીજી ઇનિગ્સમાં ફિલ્મો જેવી કે "રોટી કપડા ઔર મકાન", "બોબી" અને "શોર" માં પ્રેમનાથના અભિનયના વખાણ થયા હતા. શો મેન રાજકપૂરની ફિલ્મ "બોબી" માં ડીમ્પલ કાપડિયાના પિતાની ભૂમિકા પ્રેમનાથે ભજવી હતી અને આ ભૂમિકા માટે વર્સોવાના માછીમારોની જીવન શૈલી અને બોડી લેન્ગવેજનો અભ્યાસ કરવા તેઓ વર્સોવામાં માછીમારોની વસ્તીમાં રહ્યા હતા. શો મેન સુભાષ ઘાઈ પણ ખલનાયક પ્રેમનાથના અભિનયના કાયલ હતા, તેમણે ફિલ્મો જેવી કે "ગૌતમ ગોવિદા" અને "ગૌતમ ગોવિંદા" માં પ્રેમનાથને કાસ્ટ કર્યા હતા. ફિલ્મ "ધર્માત્મા"માં ફરી વાર પ્રેમનાથના અભિનયના જબરજસ્ત વખાણ થયા હતા.

Comments