Skip to main content

અલવિદા "શોલે " વાળા સૂરમાં ભોપાલી


સૂરમાં ભોપાલી હવે આ દુનિયામાં નથી પણ એમને રમેશ સિપ્પીની ફિલ્મ "શોલે" કેવી રીતે મળી હતી, એનો યાદગાર કિસ્સો અહી ટાંક્યો છે. 

 એક ઈન્ટરવ્યુમાં જગદીપ સાહેબને પૂછવામાં આવ્યું હતું કે, તમારું અસલ નામ તો બહુ ઓછા લોકો જાણે છે ? તમને કેમ વિચાર આવ્યો કે ભોપાલની  ભાષાને દુનિયાભરમાં મશહુર કરી દઈએ? સલીમ અને જાવેદની ફિલ્મ "સરહદી લુટેરા" હતી અને આ ફિલ્મમાં જગદીપ કોમેડિયન હતા. મારા સંવાદ બહુ લાંબા હતા અને હું સલીમ પાસે ગયો કે અરે આ સંવાદ તો બહુ લાંબા છે તેમણે કહ્યું કે જાવેદને જઈને કહો.

હું જાવેદ પાસે ગયો હતો અને જાવેદે ફટાફટ સંવાદને ટૂંકા કરી પાંચ લાઈનમાં ફેરવી કાઢ્યા હતા. મેં  પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે અરે કમાલ છે , તું  સારો લેખક છે. અમે બધા સાંજે બેઠા હતા અને કિસ્સાઓ , વાર્તાઓ અને શાયરીઓ ચાલી રહી હતી. ત્યાં જાવેદ એક લઢણમાં બોલ્યા કે "ક્યાં જાને , કીધર કહાં - કહાં સે આ જાતે હેં. મેને પૂછા અરે યે ક્યાં કહાં સે લાતે હો. જાવેદ બોલ્યો કે આ ભોપાલનો લહેજો છે. જાવેદે કહ્યું હતું કે આ ભોપાલની  મહિલાઓનું લઢણ છે અને ભોપાલી મહિલાઓ આવી પેટર્નમાં જ વાત કરે છે. મેં જાવેદને  કહ્યું  હતું કે, મને શીખવાડીશ. એક દિવસ રમેશ સિપ્પીનો મને કોલ આવ્યો હતો કે "શોલે"માં કામ કરવું છે ? મેં કહ્યું હતું કે "શોલે" નું  શુટિંગ તો  પૂરું થઇ ગયું છે. તેમણે કહ્યું હતું કે શુટિંગ હજી બાકી છે.   

 ફિલ્મ  "શોલે" ના એક દ્રશ્યમાં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર સાથે જગદીપ 

સ્વ.જગદીપ મહેમૂદ સાહેબની જેમ હીરોને પોતાની કોમેડી દ્વારા જબરજસ્ત ટક્કર આપતા હતા , જ્યાં ફિલ્મોની પટકથાનો પ્લોટ નબળો  પડે ત્યાં  પોતાની  કોમેડીથી ફિલ્મે મજબૂતી આપવાનું કામ કરતા હતા. અમુક ફિલ્મો તો હીરો નહિ પણ હાસ્ય કલાકાર ના કારણે ચાલતી હતી તે જમાનામાં તત્કાલીન પ્રધાન મંત્રી જવાહરલાલ નેહરુએ જગદીપના અભિનયની પ્રસંશા કરી હતી.


બોલીવુડના વિખ્યાત અભિનેતા જગદીપ આ દુનિયામાંથી  ચાલ્યા ગયા છે. જગદીપે બુધવારે સાંજે  મુંબઈમાં  ૮૧ વર્ષની વયે છેલ્લા શ્વાસ લીધા હતા. બોલીવુડમાં મહેબુબ જેવા કોમેડિયન સામે જગદીપે પણ પોતાનું  વર્ચસ્વ જાળવી રાખ્યું  હતું. બાળ કલાકાર તરીકે તેમણે પોતાના અભિનયની શરૂઆત કરી હતી.

કોમેડિયન જગદીપનો જન્મ ૨૯ માર્ચ ૧૯૩૯માં મધ્યપ્રદેશના  દતિયામાં થયો હતો. જગદીપનું અસલ નામ સૈયદ ઇશ્તીયાક અહમદ જાફરી હતું. ફિલ્મોમાં અભિનય કરવા આવ્યા ત્યારે તેમણે પોતાનું  નામ  બદલ્યું  હતું. જગદીપ સાહબની માતાનું નામ કનીઝ હૈદર હતું અને પિતાનું નામ સૈયદ યાવર હુસેન હતું.

જગદીપના બંને દીકરાનું નામ જાવેદ અને નાવેદ જાફરી છે, બંને મનોરંજન જગતમાં સક્રિય છે. જાવેદના દીકરા મિઝાને ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મ "મલાલ" થી  હિન્દી સિનેમામાં એન્ટ્રી લીધી છે. જાવેદ અને નાવેદ સિવાય એમની દીકરી પણ છે અને દીકરીનું નામ મુસ્કાન છે, જે એમની બીજી પત્ની નાઝીમાંથી થઇ હતી.

જગદીપના પિતાના નિધન બાદ એમની માતા એમને મુંબઈ લઈને આવ્યા હતા અને પરિવાર આર્થિક સંકણામણમાંથી પસાર થઇ રહ્યો હતો. આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે એક અનાથાલયમાં જગદીપની માતાએ ભોજન બનાવવાનું  શરુ કર્યું હતું. માંનું કામ કરવું જગદીપને પસંદ નહોતું અને તેમણે શાળાનો અભ્યાસ છોડી સડક ઉપર સામાન વેચવાનું શરુ કર્યું હતું.


જવાહર લાલ નેહરુ  જગદીપના અભિનયથી એટલા ખુશ થયા હતા કે એમણે પોતાના અંગત કર્મચારીને જગદીપના  સેકેટ્રરી તરીકે નિયુક્ત કર્યો હતો. 

સૈયદઇશ્તીયાક અહમદ જાફરીએ સિનેમામાં આવ્યા બાદ પોતાનું નામ જગદીપ રાખ્યું હતું. તેમણે બાળ કલાકાર તરીકે બી.આર ચોપડાની ફિલ્મ "અફસાના"થી કારકિર્દીની શરૂઆત કરી હતી. બાળ કલાકાર તરીકે "દિલ્હી અબ દુર નહિ", "મુન્ના", "આર પાર", " દો બિઘા ઝમીન" અને "હમ પંછી એક ડાલ કે", જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મ "હમ પંછી એક દાલ કે " જોયા બાદ જવાહરલાલ નેહરુએ ખુબ જ પ્રસંશા કરી હતી. 

એક કોમેડિયન તરીકે તેમને  શમ્મી કપૂરની  ફિલ્મ "બ્રહ્મચારી"થી ઓળખાણ મળી હતી અને રમેશ સિપ્પી દિગ્દર્શિત ફિલ્મ "શોલે" માં ભજવેલ સૂરમાં ભોપાલીની  ભૂમિકાએ તેઓ ઘેર ઘેર વિખ્યાત થઇ ગયા હતા. ત્યાર બાદ જગદીપે "સૂરમાં ભોપાલી" નામે એક ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું હતું. હોરર ફિલ્મો જેવી કે " પુરાના મંદિર" અને "સામરી" એમાં પણ જગદીપે કામ કર્યું હતું અને જગદીપે આ હોરર ફિલ્મમાં પોતાની કોમેડીથી લોકોને હસાવ્યા હતા. 

જગદીપ સાહબની કોમેડીયન તરીકે ફિલ્મ "બ્રહ્મચારી" હતી અને તે સિવાય "ફિર વહી બાત", "પુરાના મંદિર", "ખૂની પંજા", "કાલી ઘટા", "સુરક્ષા" અને "સ્વર્ગ નર્ક" અને "કુરબાની " "શહેનશાહ " જેવી ફિલ્મોમાં તે નજરે ચડયા હતા.



જગદીપે આશરે  ૪૦૦  ફિલ્મોમાં કામ કર્યું  હતું અને ફિલ્મ  જગતમાં  તેમને સૂરમાં ભોપાલી તરીકે ઓળખ મળી હતી. વર્ષ ૨૦૧૨માં  "ગલી ગલી ચોર હે" માં  જગદીપ દેખાયા હતા અને મુંબઈમાં આયોજિત આઈફા સમારોહમાં ભારતીય સિનેમામાં યોગદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


Comments

Popular posts from this blog

સુશાંત સહીત બોલીવુડના જાણીતા સિતારા જેમના મૃત્યુ બાદ ફિલ્મ રીલીઝ થઇ

૧૪ જુનના રોજ સુશાંત સિહ રાજપૂત મૃત્યુ પામ્યો અને સુશાંતના મૃત્યુ બાદ તેણે આત્મહત્યા કરી કે તેની ષડ્યંત્ર દ્વારા હત્યા થઇ છે, એ કોયડો હજી ઉકેલાયો નથી. શેખર કપૂર અને સંજય લીલા ભણસાલી સહીત તમામ ફિલ્મ મેકરના સ્ટેટમેન્ટ મુંબઈ પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે. આ તરફ મનોજ બાજપાઈ , કંગના રનોત , રૂપાલી ગાંગુલી , શેખર સુમન સહીત અન્ય કલાકાર સી.બી.આઈ.તપાસની માંગણી કરી રહ્યા છે. ૬ જુલાઈના રોજ ફિલ્મ "દિલ બેચારા" નું ટ્રેલર રીલીઝ થયું હતું. આ ટ્રેલરે તમામ રેકોર્ડ તોડ્યા છે. બોલીવુડમાં સૌથી વધુ વિખ્યાત કાસ્ટિંગ ડાયરેક્ટર હોય તો એ મુકેશ છાબડા છે અને યશરાજના શાનું શર્મા છે.  ફિલ્મ "દિલ બેચારા" થી મુકેશ છાબડાએ ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે ઝંપલાવ્યું છે અને આ ફિલ્મથી દિલ્હીની એક્ટ્રેસ સં જના સાંઘીએ  ડેબ્યુ  કર્યું  છે.  સુશાંત સિહ રાજપૂત સિવાય બોલીવુડના ઘણા સિતારા છે જેમણે જેમના મૃત્યુ બાદ તેમની ફિલ...

Movie Review : 'દિલ બેચારા' સુશાંત 'વન લાસ્ટ ટાઈમ'

                                                                                    ફિલ્મ :  'દિલ બેચારા'  સુશાંત   'વન લાસ્ટ ટાઈમ'   :  એશ દેસાઈ                          રેટિંગ  : 3.5/5                         ફિલ્મ દિગ્દર્શક :   મુકેશ  છાબડા                        ફિલ્મ કલાકાર : સુશાંત સિંહ રાજપુત, સંજના સંઘી, સ્વસ્તિકા મુખરજી ,                        સૈફ અલી ખાન (મહેમાન ભૂમિકા), શાસ્વત ચેટરર્જી    ...