દાદા સાહેબ ફાળકે પુરસ્કાર શરુ થયાને આ ૫૦મુ વર્ષ છે અને સદીના મહાનાયક બીગ બીને આ વર્ષે ફિલ્મી કારકિર્દીના ૫૦ વર્ષ પુરા થઈ ગયા છે. દાદા સાહેબ ફાળકે પુરસ્કારની શરૂઆત વર્ષ ૧૯૬૯માં થઈ હતી. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સૌ પ્રથમ બોમ્બે ટોકીઝ ફેમ અભિનેત્રી દેવિકા રાણીને વર્ષ ૧૯૬૯માં મળ્યો હતો. આગામી ૬૬માં નેશનલ એવોર્ડ સભારંભમાં સદીના મહાનાયકને ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે.આ જ વર્ષે ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચનની સ્ટ્રગલર તરીકે એન્ટ્રી થઇ હતી. ફિલ્મ મેકર મૃણાલ સેનની “ ભુવન શોમ” માં બીગ બી નરેટર હતા. આ દરમ્યાન ખ્વાજા અહેમદ અબ્બાસની ફિલ્મ “સાત હિન્દુસ્તાની” માં અનવર અલીની ભૂમિકા ભજવી હતી.સ્ટાર ઓફ મીલેનીયમનો ટેગ અગાઉ સદીના મહાનાયકને મળી ચુક્યો છે.
નાનકડા વરુણ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સાત્વના આપતા સદીના મહાનાયક
થોડા સમય પહેલા જ “ કૌન બનેગા કરોડપતિ” ના શોમાં સવાલ જવાબ દરમ્યાન એક સ્પર્ધકે
કેબીસી હોસ્ટ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને જણાવ્યું હતું કે, તેની ઈચ્છા છે કે,
સદીના મહાનાયકને “દાદા સાહેબ ફાળકે પુરસ્કાર” અને “ભારત રત્ન” પુરસ્કાર કેન્દ્ર સરકાર તરફથી એનાયત કરવામાં આવે. ત્યારે સદીના મહાનાયકના ચહેરા ઉપર હતાશાના ભાવ હતા અને એમણે જવાબ આપ્યો કે, હું તો આટલામાં જ સંતુષ્ટ છું, મને સન્માન જોઇતું નથી. ત્યાર બાદ એક સપ્તાહ વીત્યું હશે,
ત્યાંજ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે અમિતાભ બચ્ચનને ફાળકે સન્માનથી પુરસ્કૃત કરવાની ઘોષણા કરી હતી. અત્યાર સુધી દાદાસાહેબ ફાળકે સન્માનથી સદીના મહાનાયકને કેમ વંચિત રાખવામાં આવ્યા હતા?
આ બાબતે સૌ કોઈનું ધ્યાન દોરાયું છે. વળી અચાનક દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવાની ઘોષણા કેમ કરવામાં આવી? પાછલી સરકારે જે કામ નાં કર્યું એ કામ એન.ડી.એ સરકાર કરી રહી છે, એવું દેખાડવા વર્તમાન સરકાર માંગે છે? એક સમયે ગાંધી પરિવાર સાથે સદીના મહાનાયકને ઘર જેવા સંબંધો હતા.
અમિતાભ બચ્ચનની ભત્રીજી નૈના બચ્ચનના લગ્નમાં પ્રિયંકા ગાંધી અને હસબંડ રોબર્ટ વાડ્રા
પ્રિયંકા ગાંધીના – રોબર્ટ વાડ્રાના ના લગ્નમાં સદીના મહાનાયક હાજર રહ્યા હતા અને બીગ બી
મહેમાનોનું અભિવાદન કરતા પણ નજરે ચડ્યા હતા. મુંબઈના બાન્દ્રા – વરલી સિ લીંકના ઉદ્ઘાટનસમયે એક જ મંચ ઉપર કોંગ્રેસી નેતાઓ સાથે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હાજર રહેવાથી હોબાળો મચી ગયો હતો. આયોજકોએ બીગ બીને આમંત્રિત કર્યા હતા અને એક જ મંચ ઉપર કોંગ્રેસી નેતાઓ પણ હાજર હતા. ત્યાર બાદ વિવાદ વકરતા મહારાષ્ટ્રના કોંગ્રેસી નેતાઓએ માંફી માંગી હતી.બીગ બીની ભત્રીજી નૈના બચ્ચન અને અભિનેતા કુણાલ કપૂરના લગ્ન ભારત બહાર લેવાયા હતાઅને આ લગ્નમાં બીગ બી અને આખો બચ્ચન પરિવાર હાજર હતો, સૌથી મજેદાર બાબત એ છે કે બીગ બી અને સોનિયા ગાંધીને બોલચાલના સંબંધ નથી. છતાય સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનૈના બચ્ચનના લગ્નમાં આવ્યા હતા. બીગ બીના નાના ભાઈ અજીતાભ બચ્ચનના આમંત્રણથી નૈના બચ્ચનના લગ્નમાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી આવ્યા હતા
લગ્નમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સોનિયા ગાંધી અને તેમની દીકરી પ્રિયંકાની હાજરી સામે અન્કમ્ફરટેબલ ફિલ કરી રહ્યા હતા. કોંગ્રેસના શાસનકાળ દરમ્યાન શાહરૂખ ખાન અને બાવડેબાજ સલમાન ખાન અને આમીર ખાન બ્રિગેડનું કદ વધી ગયું હતું અને કોંગ્રેસ તરફથી સદીના મહાનાયકનું કદ ઓછુ કરવાની કવાયત થઇ હતી, એવો આરોપ અમુક લોકો લગાડી રહ્યા છે. બોફોર્સ કાંડ બાદ ગાંધી પરિવાર સાથે ખટપટ બાદ આજે બીગ બી ગાંધી પરિવારથી દુર જ રહે છે.




Comments