ફિલ્મ : 'દિલ બેચારા' સુશાંત 'વન લાસ્ટ ટાઈમ' : એશ દેસાઈ
રેટિંગ : 3.5/5
ફિલ્મ દિગ્દર્શક : મુકેશ છાબડા
ફિલ્મ કલાકાર : સુશાંત સિંહ રાજપુત, સંજના સંઘી, સ્વસ્તિકા મુખરજી ,
સૈફ અલી ખાન (મહેમાન ભૂમિકા), શાસ્વત ચેટરર્જી
સૈફ અલી ખાન (મહેમાન ભૂમિકા), શાસ્વત ચેટરર્જી
સંગીતકાર : એ.આર.રહેમાન
પટકથા / ઓરિજિનલ નોવેલ/હોલીવુડ ફિલ્મ : લેખક જોન ગ્રીન (ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ)
સિનેમેટ્રોગ્રાફી : સત્યજિત પાંડે
બેક ગ્રાઉન્ડ : પ્રીતમ દાસ
સુશાંતના અવસાનને દોઢ મહિનો થઇ ગયો છે અને હાલમાં જ કેન્દ્ર સરકાર તરફથી સુશાંતના પરિવારને ન્યાય અપાવવા માટે સી.બી.આઈ તપાસ માટે સંમતિ આપવામાં આવી છે એટલે તેના ફેન્સ અને સમર્થક ખુબ ખુબ રાજી થયા છે. નવીન આશા ને ઉત્સાહનો સંચાર થયો છે.
સ્વ. સુશાંત એક સક્ષમ અભિનેતા હતો એમાં કોઈ શંકા નથી તેની પ્રતિભાનો પરચો ફિલ્મ દિગ્દર્શક શેખર કપૂર અને સંજય લીલા ભણસાલી પણ જોઈ ચુક્યા છે. કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે વિવાદોમાં રહેલા અને વગોવાયેલા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાની ફિલ્મ દિગ્દર્શક તરીકે આ પહેલી ફિલ્મ "દિલ બેચારા" છે અને ફિલ્મ હોલીવુડ નોવેલ બેઝડ ફિલ્મ 'ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ' નું દેશી વર્ઝન છે. સુશાંતે જયારે આદિત્ય ચોપરાની અને કરન જોહરની ફિલ્મો સ્વીકારી ત્યારે મુકેશ છાબડાએ તેને આ પાડી હતી પણ સુશાંત માન્યો નહોતો હવે છાબડાનો મૃતક એક્ટર સ્વ. સુશાંત મૃત્યુ બાદ પણ ડિરેક્ટર અને પ્રોડ્યુસરને ઓ.ટી.ટી પ્લેટફોર્મ ઉપર ચાંદી કરાવી ગયો છે, ફિલ્મ રીલિઝ બાદ તમામ રેકોર્ડ તોડી રહી છે.
ચેતન ભગતે વિધુ વિનોદ ચોપડાને સાણસામાં લેવા માટે તમામ ફિલ્મ સમીક્ષકોને ધમકી આપી છે કે જો કોઈએ ખરાબ રીવ્યુ લખ્યો છે તો અનુપમા ચોપરાએ રીવ્યુ લખ્યો નથી અને રાજીવ મસંદ તો સલવાયા છે કે મૌન ધારણ કરીને બેઠા છે. સમીક્ષકો કોઈના પ્રભાવ હેઠળ લખતા નથી.
ફિલ્મનો સ્ટોરી પ્લોટ
જીવલેણ બીમારી વચ્ચે પાંગરતા પ્રેમવાળી ફિલ્મો જેવી કે "આનંદ", "ગુઝારિશ" કે "કલ હો ના હો" તો આપણે જોઈ છે અને આ ફિલ્મનું એક્સએટેન્ડેડ વર્ઝન એટલે મુકેશ છાબડાની ફિલ્મ "દિલ બેચારા" . ફિલ્મની પટકથા બંગાળી કન્યા કીજી બાસુ ( સંજના સંઘી) ની આસપાસ ફરે છે , કીજી તેની ક્રોધી સ્વભાવની માતા (સ્વસ્તિકા મુખર્જી) અને બિન્દાસ સ્વભાવના આનંદી પિતા (શાસ્વત મુખર્જી ) સાથે રહે છે , કીજીને થાઇરોઇડ કેન્સર છે અને પોતાની સાથે પુષ્પેન્દર (ઓક્સિજનનો બાટલો) લઈને ફરે છે અને ત્યાં ટિપિકલ બૉલીવુડ ફિલ્મોમાં જેમ હીરો અચાનક એન્ટ્રી મારે એમ એના જીવનમાં મસ્તમૌલા યુવક ઈમેન્યુએલ રાજકુમાર જુનિયર મૈની (સુશાંત સિંહ રાજપૂત)ની એન્ટ્રી થાય છે , મૈની અને કીજીમાં સામ્યતા શું છે? બંને કેન્સર સામે ફાઈટ આપી રહ્યા છે. બંને પ્રેમમાં પડે છે અને મૈનીને એની પ્રેમિકા કીજીના સપના વિશે ખબર પડે છે. કીજીની મૃત્યુ પહેલા એના ફેવરિટ પ્લેબેક સિંગર અભિમન્યુ વીર સિંહને (સૈફ અલી ખાન )મળવાની ઈચ્છા છે અને પ્રેમિકાની ઈચ્છા પુરી કરવા માટે મૈની તેને પેરિસ લઇ જાય છે, સિંગર અભિમન્યુ સિંહ થોડો ઉદ્ધત અને ખડુસ છે. મૈનીનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે ખરાબ થઇ રહ્યું છે પણ કીજી તેને છોડવા માંગતો નથી.
મૈનીને કીજી ખુશ રાખવા માંગે છે અને તેને ખુશ રાખતા રાખતા આ દુનિયા છોડીને તે ચાલ્યો જાય છે, મૃત્યુ બાદ પણ તે પ્રેમિકાને ખુશ રહેવાની ચાવી આપી ગયો છે ને હકીકતમાં રિયલ લાઈફમાં સુશાંત દર્શકોને હસાવી પણ ગયો અને રડાવી પણ ગયો છે.
ફિલ્મના પ્લસ પોઇન્ટ
તમે રાજેશ ખન્નાની ફિલ્મ " બાવરચી" કે "આનંદ", ગોવિંદાની "હિરો નંબર 1" કે "ફૂલી નંબર વન "જોઈ હશે, એમાં કોમિક ટાઈમિંગ, વોઈઝ મોડ્યુલેશન કે ડાયલોગ ડિલિવરીના માધ્યમથી કાકા કે ચીચીએ તમને હસાવ્યા એમ અહીં સુશાંતે કોમિક ટાઈમિંગ અને વોઈઝ મોડ્યુલેશનને ડાયલોગ ડિલિવરીમાં સંજીવ કુમાર કે ઉત્પલ દત્તને જાણે સ્પર્ધા આપી છે એવું લાગશે સુશાંતે બાયોપિકમાં ક્રિકેટરની ભૂમિકા ભજવી ને ચંબલનો ડાકુ પણ બન્યો આ છેલ્લી ફિલ્મથી તે યાદગાર બની ગયો છે. બાસુદાની ફિલ્મોમાં "ખુશી કે બાદ ગમ" ઔર ગમ કે બાદ ખુશી હોય એવા ફ્લેવર આ ફિલ્મમાં છે, પણ સુજીત સરકારની ફિલ્મ "ઓક્ટોબર" માં જેમ અંતમાં કરુણતા હતી એમ આ ફિલ્મમાં પણ કરુણતા છે અને મરતા મરતા હીરો તો હીરોઈનને કહે છે કે ખુશ રહો. સુશાંતના અમુક સીન તમને ભાવુક જરૂર કરશે . ક્રોધી માતાની ભૂમિકામાં સ્વસ્તિકા મુખરજી જામી છે અને બિન્દાસ પિતાની ભૂમિકામાં શાશ્વત ચેટરજી જામ્યો છે. સૈફ અલી ખાન 2 મિનિટની ભૂમિકામાં છે છતાં હાજરી નોંધાવી ગયા છે , ઓ.ટી.ટી. પ્લેટફોર્મ ઉપર ફિલ્મને વિશ્વભરમાં રહેતા ભારતીય દર્શકોએ નિહાળી છે.
ફિલ્મના માઇનસ પોઇન્ટ : સાઉન્ડમાં ત્રુટીઓ વર્તાય છે પ્રીતમ દાસે ધ્યાન રાખવાની જરૂર હતી અને અગાઉ જીવલેણ બીમારી વચ્ચે પાંગરતા પ્રેમની ચવાયેલી પટકથાઓ આપણે જોઈ છે,નવીનતા જોવા મળશે નહિ. મોટેભાગે ફેમિલી ઓડિયન્સ હેપ્પી એન્ડિંગ જોવા ટેવાયેલું હોય છે એટલે એમને હીરોનું અંતમાં મૃત્યુ પામવું બહુ ગમતું નથી.
કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાની ફિલ્મ "દિલ બેચારા" માં રોમેન્સ , ડ્રામા ને કોમેડી તમામ ફ્લેવર છે.
આ ફિલ્મમાં લોકેશનને અદભુત રીતે ફિલ્માવવામાં આવ્યા છે એમાં સિનેમેટ્રોગ્રાફર સત્યજિત પાંડેની મહેનત દેખાઈ આવશે . ફિલ્મમાં સંગીત એ.આર.રહેમાને પીરસ્યું છે તેઓ કદાચ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગુઝારિશ' ના સંગીત જેવું સંગીત પીરસવા માંગતા હતા. ફિલ્મ "દિલ બેચારા" એક રોમેન્ટિક કમ કરુંણ રસના ફ્લેવરવાળી ફિલ્મ છે એમાં 'દિલ બેચારા', 'મેરા નામ કીજી' 'તુમ મેરે હુએ ના તો ક્યાં' જેવા ગીતો પોપ્યુલર થયા છે. મુકેશ છાબડાએ દેશી ફિલ્મ રાઇટર પાસે ફિલ્મ લખાવવા કરતા સીધી હોલીવુડની
આ ફિલ્મમાં લોકેશનને અદભુત રીતે ફિલ્માવવામાં આવ્યા છે એમાં સિનેમેટ્રોગ્રાફર સત્યજિત પાંડેની મહેનત દેખાઈ આવશે . ફિલ્મમાં સંગીત એ.આર.રહેમાને પીરસ્યું છે તેઓ કદાચ સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'ગુઝારિશ' ના સંગીત જેવું સંગીત પીરસવા માંગતા હતા. ફિલ્મ "દિલ બેચારા" એક રોમેન્ટિક કમ કરુંણ રસના ફ્લેવરવાળી ફિલ્મ છે એમાં 'દિલ બેચારા', 'મેરા નામ કીજી' 'તુમ મેરે હુએ ના તો ક્યાં' જેવા ગીતો પોપ્યુલર થયા છે. મુકેશ છાબડાએ દેશી ફિલ્મ રાઇટર પાસે ફિલ્મ લખાવવા કરતા સીધી હોલીવુડની
ફિલ્મ " ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ ' જે જોન ગ્રીનની નોવેલ બેઝડ હતી એનું દેશી વર્ઝન બનાવ્યું છે એમની પહેલી ફિલ્મ છે છતાં પ્રયાસ સારો છે. મૂળ હોલીવુડ ફિલ્મ "ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ" માં શેલેને વુડલી અને એસેલ એલ્ગોર્ટે અભિનય આપ્યો હતો. દેશી વર્ઝનમાં સુશાંત અને સંજના બંને જામ્યા છે. સંજના અગાઉ 'રોક સ્ટાર' જેવી ફિલ્મમાં કામ કરી ચુકી છે.
મીના કુમારી , મધુ બાલા , સંજીવ કુમાર કે દિવ્યા ભારતી જેવા કલાકારોના મૃત્યુ બાદ એમની ફિલ્મો રિલીઝ થઇ પણ સફળ રહી નહોતી પણ સુશાંત આ બાબતે લકી રહ્યો છે, કે તેની ગેરહાજરીમાં તેના દર્શકોએ ફિલ્મને વધાવી લીધી છે.
ફિલ્મ કેમ જોવી જોઈએ ? સુશાંત સિંહ રાજપૂતને તમે શ્રદ્ધાંજલિ આપવા માંગો છો તો લોકડાઉનમાં ઘેર બેઠા એની અંતિમ ફિલ્મને હસતા હસતા જોઈ એને અંજલિ આપો.


Comments