શો મેન રાજકપૂરના સાળા પ્રેમનાથે 50નાં દશકમાં પોતાના અભિનય દ્વારા લાખો દર્શકોના દિલ જીતી લીધા હતા. પ્રેમનાથે ફિલ્મ જેવી કે "બાદલ", "જોની મેરા નામ", "જાની દુશ્મન" જેવી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. પ્રેમનાથ મલ્હોત્રા નો જન્મ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. ભારત-પાક વિભાજન બાદ તેમનો પરીવાર મધ્યપ્રદેશના જબલપુરમાં આવીને વસ્યો હતો. જબલપુરથી પ્રેમનાથ મલ્હોત્રા મુંબઈ આવી ગયા હતા, તેમણે ફિલ્મી દુનિયામાં પોતાનું નામ બનાવ્યું હતું. પ્રેમનાથના ફિલ્મી સફરની શરૂઆત વર્ષ ૧૯૪૮માં થઇ હતી. વર્ષ ૧૯૪૮માં તેમની બે ફિલ્મો "આગ" અને "અજીત" આવી હતી. પ્રેમનાથ અભિનેતા પૃથ્વીરાજ કપૂરના દુરના સંબંધી હતા, પ્રેમનાથ મલ્હોત્રા પૃથ્વીરાજ કપૂરને તાર લખી જણાવતા હતા કે તેમણે ફિલ્મોના હિસ્સા બનવું છે. પ્રેમનાથના પિતા ઇન્સપેકટ જનરલ ઓફ પોલીસ હતા , તેમણે પ્રેમનાથની વાત માની નહોતી અને પ્રેમનાથને આર્મીમાં મોકલી આપ્યા હતા. આર્મીમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમણે પોતાના પિતાજીને તાર લખી ૧૦૦ રૂપિયા માંગ્યા હતા અને એમ જણાવ્યું હતું કે રૂ ૧૦૦ની કિમતની એક બંદુક ખરી...
I am a film journalist as well as a film columnist/critic. I Write for 150 years old South Gujarat newspaper Gujaratmitra Daily. My Film Review is published every Saturday. Film Tropez Film Blog is my personal film blog, where I talk about classic films, film festivals, filmmakers and present-day commercial cinema.I feel Gujarati readers spread all over the world, outside India will be able to read about their favourite Hindi artists through my blogs.